શ્રાવણ માસમાં ગરીબ બાળકોને દુધપાકના ભોજન કરાવી યંગ ઇન્ડિયા ગ્રુપે સંવેદના કાર્યક્રમ આપ્યો

- text


પવિત્ર શ્રાવણ માસમાં દૂધને વેડફવાને બદલે સદુપયોગ કરવા લોકોને અપીલ

મોરબી : સદીઓથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શિવની કૃપા મેળવવા તથા તેમને રીઝવવા તેમના અનન્ય ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પાર દુગ્ધા ભિષેક કરતા હોય છે.ત્યારે મોરબી યંગઇન્ડિયા ગ્રુપે શિવલિંગ પર દુગ્ધા ભિષેક કરવા સામે ક્રાંતિકારી પગલું ભર્યું છે.અને ઝુંપડ પટ્ટીના 1700 જેટલા બાળકો ને દુધપાક -અને પુરીભાજી નું ભોજન કરાવવાને જીવરાજી એમાં શિવ રાજી હોવાનો સંદેશો આપ્યો હતો

- text

મોરબી માં ક્રાંતિકારી કાર્યો કરીને વૈચારિક ક્રાંતિ કરી રહેલા યંગ ઇન્ડિયા ગ્રુપે માનવ સેવા એજ પ્રભુ સેવા એ વાત ને સાર્થક કરી પવિત્ર શ્રાવણ માસ માં શિવલિંગ પર દુગ્ધા ભિષેક કરવાથી મોટી માત્રા માં દૂધનો ખોટી રીતે વ્યર્થ થતો હોય આ દૂધ નો સદઉપયોગ કરવા અંગે લોકો માં જાગૃતિ આવે તે માટે યુન્ગ ઇન્ડિયા ગ્રુપે 125 લીટર નો દૂધ પાક બનાવી શહેરમાં આવેલી ઝુંપડ પટ્ટી વિસ્તાર નવલખી રોડ પરશુરામ ધામ ,દુર્લભ પાર્ટી પ્લોટ સામે ,પંચાસર ચોકડી નજીક ,રોકડીયા હનુમાન સહિતના વિસ્તારો માં જેઇ ત્યાં વસતા તદ્દન ગરીબ પરિવારો ના દૂધ થી વંચિત 1700 બાળકો ને દૂધપાક પુરી ભાજી નું જમણ કરવી ને જઠરાગ્નિ તૃપ્તિ કરી હતી। આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપ ના દેવેનભાઈ રબારી એ કહયું આ કાર્ય કરી ને શ્રધ્ધાળુ ઓની શ્રધ્ધા કે આસ્થા પર ચોટ પોંહચાડવા માંગતા નથી. પરંતુ શ્રધ્ધા મુજબ જીવ એ જ શિવ હોય તો જીવ રાજી થાય તો શિવ આપો આપ પ્રસન્ન તાહે જાય છે.તેથી શિવ ની કૃપા મેળવવા લોકો પણ આ રીતે જરૂરીયાત મંદો માટે સેવા કાર્ય કરે એજ અમારા કાર્ય પાછળ નો હેતુ છે

- text