મોરબીના લીલાપરમાં મહિલાઓને લૂંટી લેનારા બે લૂંટારું ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબી સ્ટાફે આજે નગર દરવાજા નજીક સોનાના ચોરાવ દાગીના વેચવા આવેલા હળવદ ના રણછોડગઢ ધાર અને રતનપર ધ્રાંગધ્રા ના બે દેવીપૂજક શખ્સોને ઝડપી લેતા બે માસ પૂર્વે લીલાપર નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે ઝડપી લીધેલા ધીરુભાઈ માધુભાઈ જખાણીયા અને રતનપર ધ્રાંગધ્રા ના વશરામ ઉર્ફે ગાન્ડાભાઈ ગેલાભાઈ જખાણીયા એ બે માસ પૂર્વે લીલાપર રોડ પર જયદીપ ફિટ ની ઓરડીમાં રહેતી બે મહિલાઓનો એકલતાનો લાભ લઇ સોનાના દાગીના અને રોકડ મળી 39000 ની લૂંટ કરી હતી જેનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી એ આજે તાલુકા પોલીસને સોંપી આપ્યા હતા.

- text