માળીયા તાલુકાના માલધારીઓને 10 દિવસ સુધી વિનામુલ્યે ઘાસચારો આપવાની સરકારની જાહેરાત

- text


પૂર અસરગ્રસ્ત માળીયાના પશુપાલકો માટે ધારાસભ્ય અમૃતિયાની સફળ રજુઆત

મોરબી : તાજેતરની અતિવૃષ્ટિને લઇને માળીયા તાલુકામાં અલબત્ત કોઈ જાનહાની નથી થઈ પરંતુ પશુઓને ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો હોવાથી ધારાસભ્ય અમૃતિયાની રજૂઆત ધ્યાને લઇ ગુજરાત સરકારે માળીયાના પશુ પાલકોને 10 દિવસ સુધી વિનામુલ્યે ઘાસચારો આપવા નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ પૂર બાદ માળીયા વિસ્તારમાં પશુપાલકોની સ્થિતિ દયનિય બનતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માળીયાનું સ્થિતિ અંગે સરકારમાં રજૂઆત કરી હતી આ ઉપરાંત મોરબી પાંજરાપોળમાંથી ઘાસચારાની વ્યવસ્થા કરી અબોલ જીવો માટે આયોજન કરેલ પાંજરાપોલની ટીમ દ્વારા ૬૦૦૦થી વધુ ગાય, ગૌવંશ અને પશુઓનો નિભાવ પ્રશંસનીય રીતે થઈ રહ્યો છે
ધારાસભ્ય અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ રજુઆત અનુસાર પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અબોલ જીવોની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો અને પાંજરાપોળની સેવાઓ જણાવી હતી.ત્યારબાદ સરકારશ્રીએ નિર્ણય કર્યો છે કે માળીયા તાલુકાના અસરગ્રસ્ત ગામોના પશુધન માટે આગામી૧૦ દિવસ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવશે અતિવૃષ્ટિ બાદ અસરગ્રસ્ત નાગરિકો માટે ખૂબ પુષ્કળ સહાય ઉપલબ્ધ થયેલ છે પરંતુ પશુધન માટે ધારાસભ્યશ્રીની રજુઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને રાહત મળી છે.

- text

- text