મોરબીના વજેપરમાં ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા : 20700 રોકડા જપ્ત

- text


મોરબી : મોરબીના વજેપર દલિતવાસ માં પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ 20700ની રોકડ જપ્ત કર્યા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપરમાં દલિતવાસમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે એ ડિવિઝન ડી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ખુશાલ ઉર્ફે કારો હીરાભાઈ સોલંકી,કિશોરભાઈ મગનભાઈ વાણીયા અને જયસુખભાઈ નાથાભાઈને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા રૂપિયા 20700 કબ્જે કાર્યા હતા.
દરોડાની આ કામગીરી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઝાલા,પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઈ કારોતરાં,ભાનુભાઈ બાલાસરા સહિતના સ્ટાફે કરી હતી.

- text