મોરબી : ૧ર બિયર સાથે બે પકડાયા

મોરબીનાં નવલખી ફાટક નજીક સીલ્વર પાર્ક સો.સામેથી હોન્ડા નં. જી.જે.૩૬ જે ર૪૧પ પર નીકળેલા રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મંગાભાઇ વહેરા-ભરવાડ, રહે. કુબેર સીનેમા પાછળ, મોરબી તેમજ સુનિલ પ્રભુભાઇ મજેઠીયા કોળી, રહે.સો.ઓરડી, મોરબી વાળાને રોકી પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.૧ર૦૦ની કિંમતના ૧ર નંગ બીયર મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧ર૦૦નો બીયર અને રૂ.ર૦ હજારના મો.સા.કુલ રૂ. ર૧,૩૦૦ના મુદામાલ સાથે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.