મોરબી જીલ્લાના પાંચ PSI ને PI ના પ્રમોશન

મોરબી : LCB માં ઇન્ચાર્જ IP તરીકે ફરજ બજાવતા ભરતસિંહ પરમાર ને PI તરીકે બઢતી સાથે કચ્છ માં બદલી પામ્યા છે. મોરબી બી-ડિવિઝન માં ફરજ બજાવતા એમ. વી, ઝાલા ને PI તરીકે પ્રમોશન સાથે રાજકોટ રૂરલ માં બદલી પામ્યા છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાખુભા ઝાલા ને PI પ્રમોશન સાથે CID ક્રાઈમ માં બદલી પામ્યા છે. એ-ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પી.એચ. લગધીરકા મેડમ PI તરીકે બઢતી સાથે સુરત ખાતે બદલી થયેલ છે. એ-ડિવિઝન માં ફરજ બજાવતા એચ. બી. ભડાણીયા PI ની બઢતી સાથે ઈન્ટેલીજન્સ માં બદલી પામ્યા છે. મોરબી જીલ્લામાંથી પાંચ PSI બઢતી સાથે બદલી પામતા મોરબી જિલ્લાને નવા બે PI આપવામાં આવ્યા છે. જામનગર માં PSI તરીકે ફરજ બજાવતા મહમદસલીમ સાટી ને બઢતી સાથે મોરબી મુકવામાં આવ્યા છે તેમજ રાજકોટ શહેર માં PSI તરીકે ફરજ બજાવતા અહેમદભાઈ સિન્ધી પણ પ્રમોશન સાથે મોરબી મુકવામાં આવ્યા છે. આમ મોરબી જીલ્લામાંથી પાંચ જેટલા પોલીસ અધિકારીઓ બઢતી સાથે બદલી પામ્યા છે જયારે અનેક મહત્વની PI ની જગ્યાઓ ખાલી હોવાથી હાલ માત્ર બે PI ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમય માં બીજું લીસ્ટ જાહેર થવાની સંભાવના છે જેમાં મોરબી જીલ્લાની મહત્વની પોસ્ટો પર અધિકારીઓની નિમણુક કરવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે.