મોરબી : ઘડિયાળ ઉદ્યોગના વેપારીઓને જીએસટીની મહત્વની માહિતી આપતો માર્ગદર્શન સેમીનાર યોજાયો

સૌરાષ્ટ્ર કચ્છના વેટ કમિશ્નર સક્સેના સાહેબ, રાજકોટના આસી. કમિશ્નર દીક્ષિત પટેલ, નિવૃત વેટ અધિકારી ચીખલીયા સાહેબ તેમજ નિવૃત આસી.કમિશ્નર ગઢવી સાહેબે ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને જીએસટીની તલસ્પર્શી માહિતી પૂરી પાડી

મોરબી પંથકમાં વિકાસ પામેલો વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને જીએસટીનું માર્ગદર્શન આપવા તેમજ નિયમો અંગે ટેકનીકલ જ્ઞાન પૂરું પાડવાના ઉદેશ્યથી મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોશિયેશન દ્વારા હરભોલે હોલ ખાતે જીએસટી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોશિયેશનના પ્રમુખ શશાંકભાઈ દંગી ઉપરાંત અગ્રણી ઘડિયાળ ઉદ્યોગપતિઓ તેમેજ મોટી સંખ્યા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘડિયાલ ઉદ્યોગપતિઓ ઉપરાંત કલોક ઉદ્યોગ સાથે જોડાયેલા પ્લાસ્ટિક દાણા બનાવતા વેપારીઓ, મોલ્ડિંગ અને કાચ સહિતના કામકાજ સાથે સંકળાયેલા વેપારીઓએ પણ આ સેમિનારનો લાભ લીધો હતો. ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે સૌરાષ્ટ્ર કચ્છના વેટ કમિશ્નર સક્સેના સાહેબ, રાજકોટના આસી. કમિશ્નર દીક્ષિત પટેલ, નિવૃત વેટ અધિકારી ચીખલીયા સાહેબ તેમજ નિવૃત આસી.કમિશ્નર ગઢવી સાહેબે ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને તલસ્પર્શી માહિતી પૂરી પાડી હતી. જીએસટી વિષે વેપારીઓને જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ કર્યું હતું અને જીએસટીથી થનારા ફાયદાઓ અંગે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.