મોરબી : મંજુરી વિના ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ ઉતારી પાડવાની ફરીથી કાર્યવાહી શરૂ

- text


મોરબી શહેરમાં આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા ફરી રસ્તા પર ગેરકાયદેસર મંજુરી વિના લગાવેલા હોર્ડિંગ દૂર કરવાની ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં jcbથી થાંભલા ઉપર અને રોડની સાઈડમાં હોર્ડિંગો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા તંત્રએ આ કામગીરી અવિરત ચાલુ રાખવાનું કહી ગેરકાયદે હોર્ડીંગ ન લગાવવા એડ.એજન્સીઓને તાકીદ કરી છે.⁠⁠⁠⁠

- text