મોરબી : મંગળવારે તેજ પવન સાથે આવેલા જોરદાર વરસાદથી અમુક સીરામીક કંપનીમાં નુકસાન

- text


લીલાપર ગામ પાસે આવેલી સેવન સિરામિકમાં મોટું નુકસાન : ફેક્ટરી શટડાઉન કરવી પડી

મોરબી : મોરબીમાં ગઈ કાલે મંગળવારે સાંજે મેઘરાજાએ થોડીવાર સટાસટી બોલાવી હતી. જેમાં શહેરના બાહ્ય વિસ્તારોમાં વાવાઝોડા જેવા તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો હતો. વરસાદની સાથે ફુંકાયેલા તેજ પવનના કારણે લીલાપર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં અમુક સીરામીક સહિતના યુનિટોમાં નુકસાનીના સમાચાર મળી રહ્યા છે. જેમાં લીલાપર ગામ પાસે નવાગામ રોડ પર આવેલી સેવન સીરામીક ફેક્ટરીમાં મોટા પાયે નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફેક્ટરીના શેડના મોટાભાગના પાત્ર ઉંધી ગયા હતા આ અંગે ફેકટરીના મલિક દિનેશ પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે ગઈ કાલે વાવાઝોડા સાથે આવેલા વરસાદથી અમારી કંપનીમાં મોટા પાયે નુકસાન થયું છે. એટલું ભયંકર નુકસાન થયું છે કે કંપની શટડાઉન કરવી પડી છે. દિનેશભાઇના જણાવ્યા મુજબ તેમની આજુબાજુ માં આવેલા અન્ય ઉદ્યોગના યુનિટોમાં પણ નાનું મોટું નુકસાન અને શેડના પતરા ઉડી જવાની ઘટના બની છે. જયારે ગઈકાલના જોરદાર પવન સાથે આવેલા જોરદાર વરસાદી ઝાપટાંના કારણે હાઇવે અમુક જગ્યાએ હોર્ડિંગનો સોથ વળી ગયો હતો.

- text