મોરબી : શાકમાર્કેટ વિસ્તાર ગટરની ગંદકીમાં તરબોળ : વેપારીઓ ત્રાહિમામ

- text


મોરબીનાં શાકમાર્કેટ તથા આજુબાજુની શેરીઓ વગર વરસાદે ગટરની ગંદકીમાં તરબોળ થઈ ગઈ છે. લાખો વખત રજૂઆત કરવા છતાં તંત્ર માત્ર તાબોટા જ પાડતું હોવાથી શાકમાર્કેટમાં ગટરની ગંદકીએ પારાવાર હાલાકી સર્જી દીધી છે. વેપારીને વેપારધંધા કરવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વેપારીઓ પાલિકા કચેરીએ દોડી જઈને ગટર પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી.

- text

મોરબીનાં નગર દરવાજા પાસે આવેલી શાક માર્કેટમાં વર્ષોથી ઉભરાતી ગટરોને કારણે ભારે ખાના ખરાબી થયા કરે છે. પરંતુ તંત્ર તમાશો જોતું હોવાથી શાક માર્કેટમાં વર્ષોથી ગટર ઉભરાવાની ભયંકર સમસ્યા યથાવત રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણીએ ફરી પ્રોત પ્રકાશી રહ્યા છે. જેના કારણે છૂટક શાકભાજીના ધંધાર્થીઓ તથા જીવન જરૂરિયાતના વેપારીઓ તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે લાચારી અનુભવી રહ્યા છે. શાક માર્કેટના પાછળના ભાગે ગટર ચેકઅપ થઈ જવાથી ઉભરાઈને શાકમાર્કેટની બે શેરીઓમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે.
જેનાં કારણે શાકમાર્કેટનો પાછળનો વિસ્તાર વગર વરસાદે ગંદકીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાબતે વેપારીઓ આજે પાલિકામાં મોરચો માડી ઉગ્ર રજૂઆત કરી હતી અને પાલિકા તંત્રએ પણ રાબેતા મુજબ ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.

 

- text