માળીયા : અંજીયાસરમાં રસ્તા પર ચાલવા જેવી બાબતે બે જૂથ વચ્ચે મારમારી

માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા સકીરાબેન અબ્દુલભાઈ મોવરએ માળિયા તાલુકામાં ફરિયાદ નોંધાવી છેકે આરોપી ફતેમામદ અબ્દુલભાઈ, દાઉદ અબ્દુલભાઈ, દિલમામદ સુભાન, બાવલ અલી, સુભાન અલી, સોખત અલી બધા રહે નવા અંજીયાસર ગામમાં રસ્તા પર ગેરકાયદેસર મંડળી બનાવી લોકોને આવા જાવામાં મુશ્કેલી થતાએ બાબતે સમજાવતા ધોકા પાઈપ વડે સામે મારામારી કરતા સામાન્ય ઈજા થતા માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે ફરિયાદી સલેમામદ અલીભાઈએ ફરિયાદ નોંધાવી છેકે આરોપી રજાક અબ્દુલભાઈ મોવર, અનવર અબ્દુલભાઈ મોવર, મુસ્તાખ અબ્દુલ, અલીશા અબ્દુલ, કરીમ અબ્દુલ ગામમાં ગેરકાયદેસર મડળી રચી મારામારીની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે બને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.