મોરબી : યોગ દિવસ નિમિતે એક મિનિટ સુધી ૩૨ યુવાનોએ ટ્રાઈપોડ શીર્ષાશન કરી રેકોર્ડ બનાવ્યો

- text


ગોલ્ડન માસ્ક ફિટનેશ દ્વારા કામઘેનું પાર્ટી પ્લોટ ખાતે યોગ દિવસની અનોખી ઉજવણી કરી

મોરબી : કામઘેનું પાર્ટી પ્લોટ ખાતે ગોલ્ડન માસ્ક ફિટનેશનાં વિદ્યાર્થીઓએ દ્વારા યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૩૨ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૧ મિનિટ સુધી ટ્રાઈપોડ શીર્ષાશન કરવામાં આવ્યું હતું. ટ્રાઈપોડ શીર્ષાશનનાં ટ્રેઈનર ચંદ્રેશ પટેલે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ૧ મિનિટ સુધી આટલી સંખ્યામાં ટ્રાઈપોડ શીર્ષાશન કોઈએ હજુ સુધી કર્યું નથી. આ અમારો નવો રેકોર્ડ છે. આમ, યુવા વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણી રેકોર્ડ સાથે કરી હતી.

- text