મોરબી : જોધપર ગામ પાસે કારખાનાના કમ્પલીશન સર્ટી બાબતે મારામારી : સામ સામી ફરિયાદ નોંધાઈ

- text


કારખાનેદારે જોધપરના ઉપસરપંચ અને માજી સરપંચ સહીત 15થી વધુ શખ્સો સામે રાયોટીંગ અને હુમલાની ફરિયાદ નોંધાવી જ્યારે સામા પક્ષે જોધપર પંચાયતના માજી સભ્યે કારખાનેદાર સહીત 2 સામે ફરિયાદ નોંધાવી

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલા પેકેજીંગના કારખાનાના બાંધકામના કમ્પલીશન સર્ટી બાબતે બાબતે પંચાયતની બોડી અને કારખાનેદાર વચ્ચે પૈસાની લેતીદેતીના મુદ્દે ડખો થયા બાદ બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે ગોલ્ડન પેકેજીંગ નામના કારખાના માલિક રસીકભાઇ દેવશીભાઇ ભાલોડીયા રહે રવાપર ગામ બોની પાર્ક વાળાએ (૧) ભગવાનજી ભાઇ જોધપર ગામના માજી સરપંચ (અટક બાકી) (૨) લાલા ભાઇ પટેલ જોધપર નદી ગામ (૩) જયેશભાઇ જોધપર નદી ગામના ઉપ સરપંચ (૪) લાલા ભાઇનો છોકરો (૫) ભગવાનજીભાઇ જોધપર ગામના માજી સરપંચનો છોકરો (૬) ભગવાનજીભાઇ માજી સરપંચનો મોટો છોકરો વિપુલ તથા તેની સાથેના અજાણ્યા દસ થી બાર જણા સામે ફરિયાદ નોંધવી હતી કે આ કામના આરોપીઓએ પોતાના કારખાનાનુ બાંધકામ કમ્પલીશન સર્ટી મેળવવા સારુ આરોપી નં ૧ તથા ૨ ને કહેલ તેથી ન ૧ તથા ૨ ના ફરીના કારખાને કમીશન શરતીના પૈસા લેવા આવતા ફરીએ જણાવેલ કે એક વખત આપી દીધા છે હવે શેના તેમ કરી એમ કહેતા આના કાની કરતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીને ગારો બોલી ધમકી આપીને નં ૧ તથા ૨ ના જતા રહેલ તે પછી થોડી વારે નં ૩ તથા ૪ તથા ૫ અને ૬ તથા તેની સાથેના અજાણ્યા ૧૦ થી ૧૨ જણા આવી લાકડી ધોકા સાથે આવી ફરીને એક ધોકો માથામા મારી મુઢ ઇજા કરી તેમજ લાફા મારી મુઢમાર મારી ગારો બોલી માર મારવાની ધમકી આપી જતા જતા ફરીની કાર નં જીજે ૩ એચ કે ૬૦૩૮ મા પાણાના ઘા મારી પાછળનો કાચ તોડી નુકસાન કરી તમામ ઇસમોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગે કા મંડળીમા આવી ફરીને ગાળો આપી મુઢમાર મારી ધમકી આપી એકબીજાને બનાવમા મદદગારી કરી જી મેજી સા મોરબીના હથીયાર નામાનો ભંગ કરતા ગુન્હો કર્યાની પોલીસે ફરિયાદ નોંધી હતી.
જયારે સામ પક્ષે આ બનાવ અંગે લાલજીભાઇ ગોરધનભાઇ બરાસરા રે જોધપર નદી વાળા એ (૧) રસીકભાઇ ભાલોડીયા રે મોરબી ગોલ્ડન પેકેજીગ કારખાના વાળા (૨) તેના ભાગીદાર હરીભાઇ પટેલ રે મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપીઓએ સરકારી જમીનમા ગે કા દબાણ કરેલ હોય આ કામના ફરી જે તે વખતે ગ્રામ પંચાયતના સભ્યો હોય જેથી દબાણ બાબતે નોટીસ આપેલ હોય જેથી ફરીને ખોટી રીતે બદનામ કરવા પૈસા આપેલ છે તેવુ આરોપીઓ કહેતા જેથી આવી ભૂડા બોલી ગાળો આપી કેબલ વાયર વતી હાથે પગે માર મારી સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામા એકબીજાની મદદ કરતા ગુન્હો કર્યા ની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે શ્રી આર.ટી. વ્યાસ પો સબ ઇન્સ મોરબી તાલુકાએ બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.

- text

- text