મોરબી : ૨૨ પરિવારોને કેરી ભેટ આપી યુવાને ભીમ અગિયારસ ઉજવી

- text


મોરબી : પ્રાચિનકાળથી ભીમ અગિયારસનાં તહેવાર નિમિત્તે કેરી ખાવાનું અનેરું મહત્વ છે. ત્યારે મોરબીનાં યુવાને ભીમ અગિયારનું ખરા અર્થમાં મહામ્ય ચરીતાર્થ કરતા શહેરનાં ૨૨ મજૂર પરિવારોને ૬૦ કિલો કેરી ભેટમાં આપીને ભીમ અગિયારસની ઉજવણી કરી હતી.

- text

મોરબીનાં સામાકાંઠે લાલબાગ પાછળ આવેલા રીલીફ નગરમાં રહેતા મેહુલભાઈ હરિભાઇ જાદવ નામનાં યુવાને ભીમ અગિયારસ એટલે કે આજનાં દિવસે દાનનું પુણ્ય મેળવતા ૬૦ કિલો સારી અને આરોગ્યયુકત કેરીઓ બજારમાંથી ખરીદીને જેલ રોડ, હોસ્પિટલ ચોક, કેસર બાગ, ઉમા ટાઉનશિપ વગેરે જગ્યાએ બાંધકામ ચાલતું હોય ત્યાં બાંધકામ કરનાર મજૂર પરિવારોને કેરીનું વિતરણ કર્યું હતું. મેહુલભાઈ આશરે ૨૨ મજૂર પરિવારોને કેરી આપીને અનેરી રીતે ભીમ અગ્યારસની ઉજવણી કરી હતી. આ યુવાને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો ભીમ અગિયારસની ઉજવણી કેરી ખાઈને ઉજવણી કરે છે. જ્યારે ગરીબ મજૂરી કરતાં પરિવારો માટે આવી ઉજવણી કરવા કેરી ખરીદવી પરવડતી નથી આથી કેરી આપવાનો વિચાર આવતા તેમની શક્તિ મુજબ કેરીનું વિતરણ કર્યું હતું એવું મેહુલભાઈ જણાવ્યું હતું.

- text