મોરબી : ચાઈનામાં મોરબી સિરામિક એસો.નાં સ્ટોલનો દબદબો

મોરબી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો ૨૦૧૭નાં પ્રમોશન અને એકસ્પોર્ટ કંપનીને આમંત્રિત કરવા માટે ચાઈનામાં મોરબી સિરામિક એસો. સજ્જ

મોરબી વાયબ્રન્ટ સિરામીક એક્ષ્પો સમીટ ૨૦૧૭નાં પ્રમોશન માટે અત્યારે ચાયનાનાં એક પ્રદર્શનમાં મોરબી સિરામિક એસો. દ્વારા સ્ટોલ રાખીને પ્રમોશન ચાલુ કરવામાં આવ્યું છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મોરબી સિરા.એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા સાહેબનાં જણાવ્યા અનુસાર ફોશાન સીટી ચાયના ટાઇલ્સ માટેનુ દુનિયાનું સૌથી મોટું હબ છે અને ત્યાં સિરામીકની ૭૦થી વધુ કંપનીનો માર્કેટ છે. વિશ્વભરના ટાઇલ્સના ગ્રાહકો ચાઈનાની મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તે ગ્રાહકો મોરબીનાં વાયબ્રન્ટ સિરામીક એક્ષ્પો ૨૦૧૭માં પણ આવે તે માટે ત્યાં ઓફીસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને આખા વિશ્વમાં આપણા મોરબી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પોનાં પ્રમોશન સાથોસાથ ચાયનાના એકસ્પોર્ટ કંપનીઓને પણ મોરબીમાં આમંત્રિત કરવાનું ચાલુ કરી દીધેલ છે એવું કે.જી. કુંડારિયા સાહેબે જણાવ્યુ હતું.