ટંકારા : બુથ વિસ્તારક તરીકે અરવિદભાઈ બારૈયાની પ્રસંશનીય કામગીરી

ટંકારા : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં બુથ લેવલે મતદારો સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજના પહોંચાડવા હાથ ધરેલા બુથ વિસ્તારક ઝૂંબેશ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના ભાજપની ટીમ દિન-રાત કામગીરી કરી રહી છે. ત્યારે ટંકારા વિસ્તારમાં ડોર ટુ દોર જનસંપર્ક કરી મતદારોને સરકારશ્રીની તમામ યોજનાની જાણકારી આપવાની સાથે ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવે છે. આજ રોજ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે બુથ વિસ્તારક યોજના હેઠળ ભાજપ કાર્યકર્તાઓ સાથે પંથકના નેતા અરવિંદ બારૈયાની આગેવાનીમાં લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.

આ લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન અરવિંદભાઈ બારૈયાએ ફારોજભાઈ સરપંચને મળ્યા હતા અને નાનાખીજડીયામા સારી રીતે જવાબદારી સંભાળવા બદલ તેમની કામગીરીને બિરદાવી હતી. આ તકે હસમુખ બારૈયા, બિપીન બારૈયા, મહાદેવ ભાઈ પટેલ, વાલાભાઈ પટેલ, બાલાભાઈ બારૈયા, ભદાભાઈ, રતનશીભાઈ, શિરાઝભાઈ , ભીખાભાઈ દેત્રોજા, રજની દેત્રોજા, ભદાભાઈ દેત્રોજા, રમેશભાઈ વાધરીયા, જશાભાઈ રબારી અને સંજુબાબા સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.⁠⁠⁠⁠