મોરબી : બેંકોમાંથી પૈસા લઈને નીકળતા માણસોની રેકી કરી ચોરી કરતો શખ્સ ઝડપાયો

સુપર માર્કેટમાં બાઇકની ડેકી તોડી 1.20 લાખની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત આપી

મોરબી : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ મોરબી સિટીમાં બનતા ચોરીનાં બનાવ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા સુચના આપેલી હતી જે સુચના અન્વયે આજ રોજ મોરબી વિભાગનાં ના.પો.અધિકારી શ્રી કે.બી. ઝાલા સાહેબનાં માર્ગદર્શનમાં મોરબી શહેર વિસ્તામાં બેંકોમાંથી પૈસા લઈને નીકળતા માણસોનાં મોટર સાઈકલની ડેકી તોડી ચોરી કરતાં વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબીમાં બેંકમાંથી પૈસા ઉપાડી નીકળી એટલે અજાણી વ્યક્તિ દ્વારા ચોરી થઈ જવાના બનાવો અવારનવાર બનતા હોય છે જે અટકાવવા માટે ઘટના સ્થળની આજુબાજુનાં સીસીટીવી ફૂટેજ મેળવીને તેમજ શંકાસ્પદ ઈસમ તથા વાહનની માહિતી મેળવી આજ રોજ કોઈ અજાણ્યું ઈસમ મોરબીની સોની બજારમાં ચોરી કરવાના ઈરાદે આવેલો હોય અને નગર દરવાજા ચોકમાંથી પસાર થવાની હકીકત પોલીસ ઈન્સ. વી.વી. આડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ. બી. ભડાણીયાને મળતા ડી સ્ટાફની ટીમ સાથે આજુબાજુનાં વિસ્તારમાં વોચ ગોઠવી શંકાસ્પદ વ્યક્તિ અને વાહન નં. જીજે ૨૭ એડી ૧૬૭૫ પસાર થતા તેને રોકીને ઝડપી લીધો હતો. આ શખ્સએ સુપર માર્કેટમાં બાઇકની ડેકી તોડી 1.20 લાખની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત આપી હતી.
શંકાના આધારે પકડાયેલો આરોપી રમેશ ઉર્ફે સિનરસ સ્વામીભાઈ આચાર્ય ઉ.૩૦ રહે, મણીનગર અમદાવાદને બેંકમાંથી પૈસા ઉપાડનારા લોકોની રેકી કરી ડેકીમાંથી પૈસા ચોરવાના આરોપસર પકડી એ અને બી ડિવીજન પોલીસે ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.