હળવદ : વિશ્વ પર્યાવરણ દિવસે ૧૦ ગામોમાં જલસેતુ કાર્યક્રમનું અમલીકરણ કરાશે

- text


હળવદ : શ્રી ભવાની ઓર્ગેનિક ફાર્મ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને HSS ફાઉન્ડેશનનાં (જર્મની) સંયુક્ત ઉપક્રમે તા.૫ જુનના રોજ સવારે ૯:૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન હળવદ તાલુકાનાં ૧૦ ગામોમાં જલસેતુ કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવશે. ઈ.સ. ૧૯૮૪માં સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી શરુ થયેલી આ રાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થા એ વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછીથી હળવદ તાલુકામાં ગ્રામ વિકાસની શાળા અને આવાસની વિવિધ કામગીરીમાં કાર્યરત છે ત્યારે વધુ ગ્રામ્ય જાગૃતિ લાવવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જળ વાયુ પરિવર્તન લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યો અને સમુદાયના આગેવાનોને જળ વાયુ પરિવર્તનના અનુસંધાનમાં માહિતગાર કરવા, આદર્શ ઓર્ગેનિક ફાર્મ વિશે સમજણ આપી અને બદલાતા વાતાવરણની ખેતી પર થતી અસરો અંગે ચર્ચા કરી જાગૃતા કેળવવાનો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એક પ્રગતિશીલ ખેડૂત અને લેખકની ઉમદા પ્રતિભા ધરાવનાર શ્રી હિરજીભાઈ ભીંગરાડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ કાર્યક્રમનાં કાર્યક્ષેત્રમાંથી ૧૦૦ દંપતિઓ પણ સહભાગી બનશે

- text