મોરબી : સ્વયમ સૈનિક દળ દ્વારા અનુસુચિત જાતિનાં લોકો પર થયેલાં અત્યાચાર બાબતે ન્યાય આપવા રજૂઆત

- text


મોરબી જિલ્લાના સ્વયમ સૈનિક દળ(SSD) દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી અને મોરબીનાં કલેક્ટરને સહારનપુર. ઉત્તરપ્રદેશ રાજ્યમાં અનુસુચિત જાતિ સમાજનાં રહેણાકોને સામંતશાહી ગુંડાઓ દ્વારા સળગાવા તેમજ નિર્દોષ અબાલ વૃદ્ધો, બાળકો સ્ત્રીઓ ઉપરાંત સમાજનાં નાગરિકો પર ગુજારવામાં આવેલા અમાનવિય અત્યાચાર અન્વયે ન્યાયિક તપાસ કરી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અંગે આવેદન આપી જણાવ્યું હતું કે, સહારનપુર, ઉત્તરપ્રદેશ, ગુજરાત રાજ્યના ઉના તેમજ રાજસ્થાનના નાગોર અને હરિયાણા રાજ્યમાં વસતા અનુસુચિત સમાજના નિર્દોષ બાળકો, સ્ત્રીઓ અને અબાલ વૃદ્ધો પર સામંતશાહી ગુંડાઓ દ્વારા જુલ્મ અને અમાનવીય અત્યાચાર આચરવામાં આવે છે. તેમજ તેની ઘર વખરી સળગાવી દેવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી સામંતશાહીના ગુંડા અને અસામાજિક તત્વોને લુખ્ખાગીરી કરવા માટેનો છૂટો દોર મળી ગયો છે આવી પરિસ્થિતિમાં ભારત સરકારે કાનૂની કાર્યવાહી કરીને દોષિતોને તાત્કાલિક સજા આપી અનુસુચિત સમાજના પરિવાર પર ચાલતાં અન્યાય અને અત્યાચારો અટકાવવા અનિવાર્ય બન્યા છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભારતમાં વસતા તમામ ગરીબ, પછાત, લઘુમતી સમાજના નાગરિકો ભયવિહીન જીવન જીવી શકશે અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનશે.

- text

આ ઉપરાંત આ આવેદન પત્રમાં અનુસુચિત જાતિની મહિલાઓ પર આચરવામાં આવેલા બળાત્કાર, સામાજિક વૈમનસ્ય ફેલાવાનાં પ્રયત્નોની ઘટના તેમજ સમાજનાં વિવિધ ક્ષેત્રમાં થયેલાં અન્યાયો દૂર કરી અનુસુચિત જાતિને માનભેર ન્યાય આપવાની માંગણી મોરબી જિલ્લાના સ્વયમ સૈનિક દળ(SSD) દ્વારા કરવામાં આવી છે.

- text