માળિયા મીયાણા : બેકાબૂ ઝડપે ચાલતા મીઠાં ભરેલા ટ્રકો પર લગામ કસવા રજૂઆત

- text


માળિયા – નવલખી હાઇવે ઉપર પસાર થતા મીઠાનાં ટ્રકોને નિયંત્રિત ન કરવામાં આવ્યા તો ટ્રકો રોકી ટ્રાફિક જામ કરવાની ગ્રામજનોની ચીમકી⁠⁠⁠

માળિયા મીયાણા નવલખી હાઇવે ઉપર મીઠું ભરીને પૂર ઝડપે પસાર થતા ટ્રકો પર નિયંત્રણ કરવા સરવડ ગામ લોકોએ માળિયા પોલીસને રજૂઆત કરી હતી. મોરબી અપડેટને પ્રાપ્ત વિગતો મુજબ માળિયાથી નવલખી હાઈવે ટોલી ઉપર ફુલ છીગ ભરીને રોજની ૨૦૦ ટ્રકો જોખમી રીતે અવરજવર કરે છે. હમણા થોડા સમયથી આ મીઠાંના ટ્રકોને તંત્ર કે કાયદાની છુટી લગામ હોય તે રીતે ટ્રક ડ્રાઈવર બેકાબૂ ઝડપે ટ્રક ચલાવતા હોય છે. વળી, ખુલ્લા હાઈવે ઉપર સામેથી આવતાં પવનની ઝડપ પણ વધુ હોવાના કારણે મીઠાં ભરેલા ટ્રકમાંથી ચોમાસુ વરસાદની જેમ મીઠું રોડ ઉપર ઉડતુ હોય છે આ કારણોસર ખાસ કરીને દ્રિચક્રિય વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ સ્પીડના લીધે બાઈક જેવા વાહનોની ટ્રકો સાઈડ કાપતા હોય અને ઉપરથી મીઠું ઉડતું હોવાથી નાના એવા વાહનચાલકો વાહન પરનું કંટ્રોલ ગુમાવતા બાઈક સ્લિપ થવાના બનાવો પણ બનતા રહે છે. આ સમગ્રે બાબતે સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચ વર્ષાબેન કાન્તીલાલભાઈએ ગ્રામજનો સાથે મળી માળિયા પોલીસને લેખીત રજૂઆત કરી હતી કે, અતિ પૂર ઝડપે દોડતા ખુલા મીઠાંનાં ટેન્કરોને તાલપતરી ઢાકવામાં આવે અને તેમની સ્પિડ નિયંત્રણ કરવા પગલાં લેવામાં આવે અન્યથા માળિયા નવલખી હાઇવે ઉપર આવતા દરેક ગામોએ આવા ટ્રકોને રોકી ટ્રાફિક જામ કરવાની ગ્રામજનો ફરજ પડશે. જેની સંપૂર્ણ જવાબદારી જે તે તંત્રની રહેશે⁠. આમ, પંચાયત અને ગ્રામવાસીઓની રજૂઆત પર પોલીસ શું પગલા ભરશે એ જોવું રહ્યું.

- text

- text