૧૯ મેનાં રોજ મોરબી વોર્ડ નં. ૫, ૭ અને ૧૩ વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

- text


સેવાસેતુ કાર્યક્રમમાં લોકકલ્યાણકારી યોજનાઓ અને વ્યક્તિગત સહાયતા સાથે માર્ગદર્શન અને સ્થળ પર અરજી ઉકેલની વ્યવસ્થા

- text

મોરબી : સરકારશ્રીની યોજનાઓના લાભ અને જાણકારી આપવાના હેતુસર તથા વ્યક્તિગત રજૂઆતો અને સ્થળ પર અરજી ઉકેલ માટે મોરબી નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૯ મેનાં રોજ મોરબી વોર્ડ નં. ૫, ૭ અને ૧૩ વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ પોલીસ લાઈન કુમાર કન્યાશાળા સબ જેલ સામે સવારે ૯થી સાંજે ૫ વાગ્યા દરમિયાન રાખવામા આવ્યો છે.
મોરબી નગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, જનધન યોજના, નગરપાલિકાની વ્યક્તિલક્ષી સેવા, જન્મ-મરણ દાખલા અને લગ્ન નોંધણી સાથે ડાયાબિટીસ તથા બી.પી. ચેકઅપ કેમ્પની સુવિધા અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા વોર્ડનાં સભ્યોએ પાસપોર્ટ સાઇઝનાં બે ફોટો સાથે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડની નકલ સાથે રાખવા જણાવવામાં આવ્યું છે.

- text