- text
યુવા ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજા (લેક્સસ ગ્રાનીટો ઈંડિયા લિમિટેડ)અને રાકેશ કોરડીયા (મિલેનિયમ ગ્રુપ )ને ગૌરવવંતો ઍવોર્ડ એનાયત
સમગ્ર મોરબી જિલ્લા અને ઉદ્યોગજગતને આંતરરાષ્ટ્રીયસસ્તરે ગૌરવ અપાવતી ઘટના
મોરબી. તા.૧૩
મોરબી જિલ્લાનાં પેઢીઓ જૂના ઉદ્યોગકારો વર્ષોથી પોતાનાં વિચારો, વસ્તુઓ અને સેવાઓનાં વેચાણ અને આયાત-નિકાસથી વિશ્વભરમાં ખ્યાતિ પામતાં આવ્યા છે એ અવસરે લંડનમાં સમગ્ર મોરબી જિલ્લાને આંતરરાષ્ટ્રીયસસ્તરે ગૌરવ અપાવતી ઘટના બની છે. મોરવીનાં યુવા ઉદ્યોગસાહસિકો હિતેશ દેત્રોજા અને રાકેશ કોરડીયાનું લંડનમાં રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ ઍવોર્ડથી સમ્માન કરી શિલ્ડ અને સર્ટીફિકેટ આપ્યું છે.
- text
લંડન ખાતે આયોજિત રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ કાર્યક્રમમાં મોરવીનાં યુવા ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજા અને રાકેશ કોરડીયાની ઔદ્યોગિક ક્ષેત્રે અસામન્ય પ્રતિભા અને આવડત સાથે સફળ મેનેજમેન્ટ અને પ્લાનિંગ વર્કનાં પરિણામ સ્વરૂપે વિશ્વસ્તરે પ્રગતિ પામતાં તારલાનો રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ એવોર્ડ એનાયત થયો છે. પોતાના ક્ષેત્રમાં કરેલી વિશિષ્ટ કામગીરી બદલ હિતેશ દેત્રોજાને રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડનો ઍવોર્ડ લંડન ખાતે મળતા સમસ્ત દેત્રોજા પરિવાર અને મોરબી જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. જયારે મોરબીના યુવા ઉદ્યોગપતિ રાકેશભાઈ કોરડીયા (મિલેનિયમ ગ્રુપ)ને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન મળતા મોરબીના બંને યુવાએ ઉદ્યોગપતિઓ મોરબીનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે.
- text