મોરબી: નારણકા ગામે મચ્છુ નદીમાં યુવાન ડુબ્યો

મોરબી : મોરબીના નારણકા ગામે મંજુર યુવાન મચ્છુ નદીમાં ડુબી જતાં ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના નારણકા ગામે ૮ થી ૧૦ આદિવાસી મંજુરના બાળકો ન્હાવા ગયા હતા. અને એમાના મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયાના ખેતરમાં મજુરીકામ કરતા રમેશભાઈનો પુત્ર અમિત (ઉવ.૧૫) પાણીમાં ડુબી ગયેલ હતો. જેની જાણ નારણકા ગ્રામજનોને તથા તાત્કાલિક તાલુકા પોલીસ અને ફાયરવિભાગનો સંર્પક કરાયો હતો. અને છેલ્લા બપોરથી કડી મહેનત કરતી ફાયરબિગ્રેડ ટીમને હજુ સુધી યુવાનનો કોઈ પત્તો નથી લાગ્યો નથી. વધુ મળતી માહિતી પ્રમાણે ટીમ દ્વારા વધુ તપાસ આવતીકાલે હાથ ધરવામાં આવશે.