MCX પર બેઝ મેટલ કોન્ટ્રેક્ટ્સમાં એક લાખ ટનથી વધુની ડિલિવરી નોંધાઈ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચ: ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી સુધારો: કપાસ, કોટનમાં નીચા મથાળેથી ભાવમાં વૃદ્ધિ: સીપીઓ, મેન્થા તેલમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ. ૧૭,૭૪૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ પાંચ બેઝ મેટલ કોન્ટ્રેક્ટ્સમાં ૧,૦૬,૮૧૪ ટનની ડિલિવરી નોંધાઈ છે, જેમાં એલ્યુમિનિયમ, તાંબુ, સીસું, નિકલ અને જસતનો સમાવેશ થાય છે. આ કોન્ટ્રેક્ટ્સને કેલેન્ડર વર્ષ ૨૦૧૯ની શરૂઆતથી તબક્કાવાર ફરજિયાત ડિલિવરી કોન્ટ્રેક્ટ્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. મેટલની કુલ ડિલિવરીમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટની ડિલિવરી સાઈકલ પૂર્ણ થતાં એલ્યુમિનિયમનો ડિલિવરીનો હિસ્સો ૩૦,૭૭૧ ટન, તાંબાનો ૨૪,૮૫૨.૫૦ ટન, સીસાનો ૧૦,૫૧૭ ટન, નિકલનો ૩,૬૪૬.૫૦ ટન અને જસતનો હિસ્સો ૩૭,૦૨૭ ટનનો રહ્યો હતો. અહિંયા નોંધપાત્ર બાબત એ છે કે આ ઓગસ્ટ સાઈકલ દરમિયાન નિકલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૯૯૯ ટનની ડિલિવરી પ્રાપ્ત થઈ છે.

૨૨ સપ્ટેમ્બરને મંગળવારે વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં ૩,૧૧,૦૧૯ સોદામાં રૂ. ૧૭,૭૪૪.૩૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચ જારી રહી વાયદા વધુ વધ્યા હતા. બિનલોહ ધાતુઓ અને ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટન વધવા સામે સીપીઓ અને મેન્થા તેલમાં ઘાટડો વાયદાના ભાવમાં થયો હતો.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૦૫૭૯૮ સોદાઓમાં રૂ. ૧૦૫૮૫.૨૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૫૬૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦૬૮૬ અને નીચામાં રૂ. ૫૦૧૨૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૮ ઘટીને રૂ. ૫૦૩૫૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૬૪૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૧૨ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૩ ઘટીને બંધમાં રૂ. ૫૦૩૮૯ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૧૮૬૯ ખૂલી, ઊપરમાં રૂ. ૬૧૯૯૦ અને નીચામાં રૂ. ૫૯૫૭૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૫૦ ઘટીને રૂ. ૬૦૬૬૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૬૬૭ ઘટીને રૂ. ૬૦૬૭૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૬૬૧ ઘટીને રૂ. ૬૦૬૬૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૩૮૩૪ સોદાઓમાં રૂ. ૨૫૭૦.૬૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૯૨૧ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૬૬ અને નીચામાં રૂ. ૨૮૯૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૧ વધીને રૂ. ૨૯૩૯ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૪૬૦ સોદાઓમાં કુલ રૂ. ૨૮૩.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૯૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૯૪૦ અને નીચામાં રૂ. ૧૭૮૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦ વધીને રૂ. ૧૭૯૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૯૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૪ ઘટીને બંધમાં રૂ. ૭૯૨.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૩૮ ખૂલી, ઊપરમાં રૂ. ૯૩૯ અને નીચામાં રૂ. ૯૩૦.૧ રહી, અંતે રૂ. ૯૩૬.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૧૬.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૨૨ અને નીચામાં રૂ. ૧૦૧૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૫૦ વધીને રૂ. ૧૦૧૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૦૨૮૫ સોદાઓમાં કુલ રૂ. ૪૩૬૩.૪૭ કરોડ ની કીમતનાં ૮૬૫૪.૩૬૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૭૫૫૧૩ સોદાઓમાં કુલ રૂ. ૬૨૨૧.૮૦ કરોડ ની કીમતનાં ૧૦૨૫.૨૯૭ ટન, ક્રૂડ તેલમાં ૨૨૭૮૦ સોદાઓમાં રૂ. ૧૦૫૦.૧૨ કરોડનાં ૩૫૮૪૩૦૦ બેરલ્સ, કોટનમાં ૩૨ સોદાઓમાં રૂ. ૨.૦૬ કરોડનાં ૧૧૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૩૩૮ સોદાઓમાં રૂ. ૨૭૨.૦૭ કરોડનાં ૩૪૪૨૦ ટન, મેન્થા તેલમાં ૮૦ સોદાઓમાં રૂ. ૮.૬૧ કરોડનાં ૯૧.૮ ટન, કપાસમાં ૧૦ સોદાઓમાં રૂ. ૩૦.૫૨ લાખનાં ૬૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૯૨૨.૪૪૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૨.૩૫૮ ટન, ક્રૂડ તેલમાં ૩૮૪૭ બેરલ્સ, કોટનમાં ૨૬૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૭૯૯૦ ટન, મેન્થા તેલમાં ૧૬૦.૯૨ ટન અને કપાસમાં ૩૦૮ ટનના સ્તરે રહ્યો હતો.