મોરબી જિલ્લામાં ઓટોરીક્ષા સહિતના વાહનચાલકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાઈ કાર્યવાહી

- text


મોરબી : કોરોનાની વકરતી મહામારીને લઈને પોલીસ તંત્ર દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોવિડ- ૧૯ની ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાવવાની કાર્યવાહી અવિરત ચાલુ છે. જે મુજબ ગઈ કાલે રવિવારના દિવસે મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા તથા બાઇક ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી.એ.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારના નવા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકને અડચણરૂપ 3 સીએનજી રીક્ષા, બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી ટ્રિપલ સવારી મોટર સાયકલ ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટે.વિસ્તારના જેતપર-મોરબી રોડ પર પીપડી નાકા પાસે 4 પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક સામે, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પુરપાટ વેગે રોંગસાઈડમાં નીકળેલા બાઇક ચાલક સામે, લાલપર ગામ નજીક રોડ પર બાઇક પાર્ક કરતા બે બાઇક ચાલક યુવકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

જ્યારે વાંકાનેર સીટી પોલીસે વાંઢા લીંબડા ચોક પાસેથી ટ્રિપલ સવારીમાં નીકળેલા બાઇક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડીએથી 4 પેસેન્જર બેસાડીને નીકળતા સીએનજી રીક્ષા ચાલક સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરવામાં આવી હતી.

- text

હળવદ પો.સ્ટે. વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલપંપ સામેથી પુરપાટ ગતિથી નીકળેલી ઓટો રિક્ષાના ચાલક સામે આઈપીસી કલમ 279, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુન્હો દાખલ કરી રીક્ષા ડિટેઇન કરી હતી. જ્યારે હળવદના સરાનાકા પાસેથી 4 પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક વિરુદ્ધ કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text