માળીયા-હળવદ રોડ પર ટ્રકે માલધારી સહિત બકરાના ધણને હડફેટે લીધુ

ટ્રકની હડફેટે 8 થી 10 બકરાના મોત, માલધારીને ઇજા, અકસ્માતની જાણ થતાં માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

માળીયા : માળીયા નજીક આજે સવારે ટ્રકચાલકે બકરાઓ અને માલધારીને હડફેટે લેતા 8 થી વધુ બકરાના મોત થયા હતા અને માલધારીને પણ ઇજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી.જઈને તપાસ હાથ ધરી છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનેથી આ અકસ્માતમાં બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના માણબા અને વાધરવા વચ્ચે આજે સવારે એક માલધારી તેના બકરાના ધણ લઈને ચોટીલા તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રક આ બકરાના ધણ ફરી વળ્યો હતો અને આ ટ્રકચાલકે 15થી વધુ ઘેટાં બકરા અને માલધારીને હડફેટે ચડતા આ ગંભીર અકસ્માતમાં 8 થી 10 બકરાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે માલધારીને ઇજા પહોંચતા તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ઘેટાં-બકરાને હડફેટે લઈને આગળ જતાં ટ્રક ઓચિંતા પલ્ટી મારી ગયો હતો અને ટ્રકચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate