જીવાપર ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણયુક્ત વાનગી હરીફાઇ યોજાઈ

મોરબી : પોષણ અભિયાન અન્વયે પોષણ માસની ઉજવણી-2020 અંતર્ગત આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-2 દ્વારા ગઈકાલ તા. 16ના રોજ જીવાપર (ચ.) ગામે આંગણવાડી કેન્દ્ર પર સેજાકક્ષાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં પોષણયુક્ત વાનગી હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું. આ વાનગી હરીફાઇનો શુભારંભ મહિલા અને બાળ વિકાસ ચેરમેન રેખાબેન એરવાડીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સી.ડી.પી.ઓ. ભાવનાબેન ચારોલા, સરપંચશ્રી તથા પ્રાથમિક શાળાના આચાર્યના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં 11 થી 18 વર્ષની કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આચાર્ય, CDPO તથા મુખ્ય સેવિકા મહેશ્વરીબા જાડેજા દ્વારા જન જાગૃતિના ભાગરૂપે આંગણવાડીની વિવિધ સેવાઓ, કિશોરીઓને આપવામાં આવતાં પુર્ણા શક્તિના પેકેટમાંથી અવનવી વાનગીઓ બનાવવાની વિવિધ રેસીપી વિશે, આયર્ન અને ફોલીક એસીડની ગોળીઓ વિશેની વિગતવાર માહિતી તેમજ સમજ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા તમામ કિશોરીઓનો H.B. ટેસ્ટ કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ તથા આચાર્ય દ્વારા આંગણવાડી કેન્દ્રને રૂ. 15,000નું દાન આપી આંગણવાડીને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામના અંતે ઉપસ્થિત તમામ મહનુભાવો દ્વારા પોષણ શપથ લઇ કાર્યક્રમને સફળ બનાવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate