મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ, હાર્દિક પટેલ સહિતના નેતાઓના ધામા

- text


જુના સાદુંળકા ગામ નજીક મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના ભાજપ ઉપર આકરા પ્રહારો

મોરબી : મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે મોરબીના જુના સાદુંળકા ગામ નજીક મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હાર્દિક પેટલ સહિતના પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

મોરબી-માળીયા વિધાન સભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પેટા ચૂંટણીની તૈયારીઓ ભાગરૂપે આજે મોરબી જુના સાદુંળકા ગામ નજીક મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ કાલરીયા, વાંકાનેરના ધારાસભ્ય મહોમદ પીરજાદા, વિક્રમ માડમ, સહિતના ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આગામી પેટા ચૂંટણીમાં ભાજપ સાથે બાથ ભીડવા માટે વર્તમાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા તેમજ ગુજરાતમાં વધી રહ્યા રહેલા કોરોનાના કેસમાં સરકારની નિષ્ફળતા અંગે આકરા પ્રહારો કર્યા હતા.

- text

- text