વાંકાનેરમાં જુના મનદુઃખનું સમાધાન કરવા મામલે પડોશીઓએ વચ્ચે મારામારી : 7ને ઇજા

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના હસનપરમાં જુના મનદુઃખનું સમાધાન કરવા મામલે બે પડોશીઓએ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પડોશી પરિવારો વચ્ચે મારમારી થતા બન્ને પક્ષના મળીને કુલ 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પાડોશી પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ ૫૦, ધંધો નોકરી, રહે શકિતપરા હસનપર, તા. વાંકાનેર)એ આરોપીઓ રામજીભાઇ રૂડાભાઇ, શામજીભાઇ માવજીભાઇ, જગદીશભાઇ માવજીભાઇ, વીજયભાઇ કમલેશભાઇ, વીશાલભાઇ કમલેશભાઇ, મનસુખભાઇ વીનુભાઇ, પ્રસાંતભાઇ જગદીશભાઇ, કમલેશભાઇ, ટીનાબેન રમેશભાઇ, વીધાબેન જગદીશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૬ના રોજ ફરિયાદી તથા આરોપીઓ બાજુબાજુમા રહેતા હોય અગાઉ સામસામી અરજી ફરિયાદ થઈ હતી. આ બાબતે આરોપીઓએ ફરિયાદીપક્ષ સમાધાન કરી લે તે સારૂ તેમ કહી આરોપીઓએ લાકડી, ધોકા તથા પાણા જેવા હથીયારો ધારણ કરી ફરિયાદી તથા સાહેદોને ગાળો બોલી અહિથી જતા રહેવા તેમજ સમાધાન કરી લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી આપી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ફરિયાદી તથા સાહેદો મધુબેન તથા મનીષાબેન તથા પુજાબેન તથા સુમનબેન તથા સુજલભાઇને લાકડી ધોકા વડે માથામા, ડોક પર, વાંસામા ઘા મારી મુંઢ માર મારી ઇજા પહોચાડી ઢીંકાપાટુનો માર માર્યો હતો.

- text

જ્યારે સમાપક્ષે ફરિયાદી ટીનાબેન રમેશભાઇ અબાસણીયાએ આરોપીઓ મધુબેન ભરતભાઇ વાઘેલા, મનીષાબેન ભરતભાઇ વાઘેલા, પુજાબેન ભરતભાઇ વાઘેલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી કપડા ધોઇને આરોપીઓના ઘર પાસેથી પસાર થતા આરોપીઓ વીના કારણે ગાળ બોલતા ફરીયાદીએ ગાળ બોલવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ફરીયાદીને ડાબા હાથની ત્રીજી આંગળીમાં બટકુ ભરી ઇજા કરી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text