અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ટંકારા તાલુકાની ટીમના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


ટંકારા : ટંકારાની કન્યા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ટંકારા તાલુકાની ટીમની રચના કરવા બાબતે અગત્યની બેઠક મળી હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ટંકારા તાલુકાની ટીમની રચના કરવામાં આવી હતી. તેમજ આ સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. ઉપરાંત, આગામી કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

- text

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાની ટીમની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકાનાં શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા ટંકાર તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ચીકાણી જીવાપર પ્રા. શાળા મંત્રી તરીકે ચેતનભાઈ ભાગ્યા ટંકારા કન્યા શાળા, સહમંત્રી તરીકે દેવેન્દ્રભાઈ ફેફર વાઘગઢ પ્રા. શાળા, કૌશિકભાઈ બારૈયા આંતરિક ઓડિટર નેશડા (સુ.) પ્રા. અને સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રમણિકભાઈ વડાવિયા વાઘગઢ પ્રા.શાળા ઉપાધ્યક્ષ તરીકે નીતિનભાઈ વડગાસીયા સંગઠન મંત્રી તરીકે સતિષભાઈ પટેલ હરિપર પ્રા. શાળા સહ સંગઠન મંત્રી તરીકે ચેતનભાઈ ભાલોડિયા, કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ આદ્રોજા જયનગર પ્રા. શાળા પ્રચારમંત્રી તરીકે નિશાંતભાઈ ડોડીયા જીવાપર પ્રા.શાળા અને ચેતનભાઈ ભાલોડિયા રામનગર પ્રા. શાળાની જિલ્લા પ્રતિનિધિ તરીકે જિલ્લા શૈક્ષિક મહાસંઘમાં વરણી કરવામાં આવી છે. એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવેલ છે.

 

- text