રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા માસ્ક તથા ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા વર્તમાન સમયમાં ફેલાયેલા કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા વિતરણનું આયોજન મોરબીના સરદાર બાગ સામે શનાળા રોડ પર તા. 1/8/2020 અને 2/8/2020 દરમિયાન બે દિવસ માટે સવારે 7:30 થી 8:30ના સમયમાં કરવામાં આવ્યું હતું. જેમાં રોજના એક હજારથી વધુ શહેરીજનો અને આ બે દિવસ દરમિયાન 2 હજારથી વધુ લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો.

- text

આ ઉપરાંત, મોરબીના નગર દરવાજા, સરદાર બાગ પાસે, મોરબીની પરા બજાર તેમજ શાક માર્કેટ સહિતની જગ્યાએ 6000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમા મોરબી રોટરી ક્લબના સભ્યો તેમજ ક્લબનાં પ્રેસીડન્ટ અબ્બાશભભાઈ લાકડાવાલા, સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ), હરીશભાઈ શેઠ, રસીદાબેન લાકડાવાલા, બંસી શેઠ, સંજયભાઈ છનીયારા, અશોકભાઈ મહેતા, અદનાન ભારમલ, હોજેફા લાકડાવાલા, મનુભાઈ પટેલ, ભાવેશભાઈ પારેખ, રાજવીરસિંહ સરવૈયા, યશવંતભાઈ પરમાર, સિદ્ધાર્થભાઈ જોષી, સંજયભાઈ ગોસ્વામી, પિયુષભાઈ પુજારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

- text