ઢુંવા રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા

- text


ટ્રકચાલકની શોધખોળ ચાલુ

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈકસવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રકચાલકની શોધખોળ ચાલુ કરી છે.

- text

ગઈકાલે તા. 3ના રોજ સાંજે ચારેક વાગ્યા આસપાસ વાંકાનેર તાલુકાના ઢુંવા રોડ પર સેલીયન્ટ કારખાના સામે ટ્રક કન્ટેનર નં. જી.જે.-૧૮-એકસ-૮૭૭૦ ના ચાલકે મો.સા નં. જી.જે. -૦૩-એ.પી.-૭૩૬૫ને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર નારણભાઈ ભરતભાઈને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેમનું મૃત્યુ થયું હતું. તેમજ બાઈક પર સવાર રાહુલભાઇ નીવ્રુતીભાઇ ગોરવડે (ઉ.વ. ૨૫, ધંધો મજુરી, રહે. હાલ સુઝલોન સીરામીક, લગધીરપુર રોડ, તા.જી. મોરબી, મુળ રહે. ગામ માતમલ, તા.જી. ગુલઠાના થાના લોનાર, રાજય મહારાષ્ટ્ર)ને સામાન્ય ઈજાઓ થઇ હતી. આ બનાવ અંગે રાહુલભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text