માળીયા (મી.) પાલિકા દ્વારા સ્વચ્છ ભારત યોજનાના અમલના નામે મીંડું

- text


માળીયા (મી.) : સ્વચ્છ ભારતની યોજના અંતર્ગત દેશભરમાં વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની હાકલને લોકોએ હાથોહાથ લઈને સ્વૈચ્છીક રીતે “સ્વચ્છ ભારત યોજના”માં જોડાઈ રહ્યા છે. પાછલા વર્ષોથી શરૂ થયેલ આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જો કે માળીયા મિયાણા નગરપાલિકાને આ યોજના સાથે સ્નાનસુતકનો પણ સંબંધ ન હોય એવું સ્થાનીય સ્થિતિ જોતા જણાઈ આવે છે.

આજથી આશરે પચ્ચીસેક વર્ષ પહેલાં માળીયા મી.ની ગ્રામ પંચાયત દ્વારા જે રીતે સ્વચ્છતા જાળવવામાં આવતી હતી તેનો આજે સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. 25 વર્ષ પૂર્વે માળીયા મી.ની હોસ્પિટલ, મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી, પોલીસ કચેરી અને ગ્રામપંચાયતની કામગીરી જોઈને માળીયા મી.ને ગ્રામપંચાયતનો ઉત્કૃષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો હતો. આજે નગરપાલીકાનો દરજ્જો અને વધુ ગ્રાન્ટ મળવા છતાં પણ 25 વર્ષ પૂર્વેની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

માળીયા મી. નગરપાલિકાનો મોટી બજાર તરીકે ઓળખાતા વિસ્તાર હાલ ગટર લીકેજને લઈને અત્યંત દુર્ગંધ યુકત હાલતમાં છે. શહેરની વચ્ચો વચ્ચ આવેલી મુખ્ય બજારમાં ગટર ઉભરવાના કારણે ગંદકીનું સામ્રાજય સર્જાયું છે. હાલ ચોમાસાની ઋતુગત બીમારી અને કોરોનાની મહામારીને લઈને આમ નાગરિક દહેશતમાં છે ત્યારે ગટરની ઉભરાતી દુર્ગંધયુક્ત ગંદકીથી બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે માળીયા મી.વાસીઓ આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવું ઇચ્છી રહ્યા છે.

- text

- text