મોરબી શહેરમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

- text


આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે વધુ બે કોરોનાનો કેસ નોંધાયા છે. જેમાં મોરબીના રંગપર બેલા રોડ પર જનરલ પ્રેક્ટિસ કરતા 25 વર્ષના યુવાન તબીબ અને એક 38 વર્ષના યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીમાં આજે મંગળવારે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમા રહેતા અને રંગપર બેલા રોડ પર જનરલ પ્રેક્ટિસ કરતા 25 વર્ષના યુવાન ડોકટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમા મળતી પ્રાથમિક માહિતી મુજબ આ ડોક્ટરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડી નથી અને આ દર્દીને અન્ય કોઈ બીમારી માલૂમ પડી નથી. આ કોરોના કેસને પગલે આરોગ્ય તંત્ર દ્વારા તેમના વિસ્તારમાં સર્વે સહિતની અન્ય તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજા કોરોનાના કેસની મળતી વિગત પ્રમાણે ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબી શહેરના પુનિત નગર સોસાયટીમા રહેતા 38 વર્ષના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમા મળતી પ્રાથમિક માહિતી મુજબ તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. આ દર્દી હાલ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દાખલ છે.તેમજ આ દર્દીને અન્ય કોઈ બીમારી માલૂમ પડેલ નથી અને આરોગ્ય તંત્ર દ્વારા તેમના વિસ્તારમાં સર્વે સહિતની અન્ય તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બંને કેસ સહીત મોરબી જિલ્લામાં કુલ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મોરબીના પુનિતનગરમાં રહેતા તેમજ પવનસુત મેડિકલ સ્ટોર ચલાવતા અલ્પેશભાઈ સુંદરજીભાઈ ઉધરેજા તથા સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ રંગપર બેલા રોડ પર સંજીવની દવાખાનામાં જનરલ પ્રેક્ટિસ કરતા ડો. અંકિત અનિલભાઈ અઘારાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text