મોરબી એસટી ડેપોથી તમામ એક્સપ્રેસ બસો બુધવારથી ચાલુ થશે

- text


મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી બસો શરૂ કરવામાં આવનાર છે. જેથી, મુસાફરોને ઘણો લાભ મળશે.

- text

એસટી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લામાં અગાઉ લોકડાઉન તાલુકા કક્ષાએ એસટી સેવાઓ ચાલુ કરવામાં આવી હતી અને અનલોક-1 માં લાંબા અંતરની રૂટો શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે અનલોક-2 માં એસટીની તમામ સેવાઓ પૂર્વવર્ત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબીથી તમામ એક્સપ્રેસ બસો શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને મોરબી એસટી ડેપોથી વેરાવળ, કવાંટ, અંબાજી, દાહોદ, સુરત, શામળાજી સહિતની તમામ એક્સપ્રેસ રૂટ રાબેતા મુજબના સમયે દોડશે. હાલમાં ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ એક્સપ્રેસ બસોનું ટાઈમ ટેબલ બપોર પછી જાહેર થશે.

- text