મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇવે અને સર્વિસ રોડની મરામત કરવા ભાજપની માંગ

- text


ફુટબ્રીજનું કામ તાત્કાલિક શરુ કરવા પણ અપીલ

મોરબી : મોરબી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હાઇવે ઓર્થો. ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને મોરબી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 27 (8-A)ના સર્વિસ રોડની મરામત કરવાની માંગણી કરી છે.

- text

મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે નં.નં. 27 (8-A) પસાર થાય છે. આ વિસ્તાર ઔદ્યોગીક રીતે વિકસીત વિસ્તાર તેમજ ગ્રામ્ય રસ્તા સાથે જોડાયેલ છે. અગાઉ ભાજપે કરેલી માગણી મુજબ મોરબી નેશનલ હાઇવે નં. 27 ઉપર લાઈટીંગની સુવિધા આપવા બદલ સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ભારત સરકારનો આભાર રજૂઆતમાં વ્યક્ત કરવામાં આવેલ છે. વધુમાં, ભાજપે જણાવ્યું છે કે હાલમાં વાંકાનેર, માળીયા (મી.) અને મોરબી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 27 (8-A) પૈકીનાં સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. અને ડ્રેનેજ સિસ્ટમ હાલમાં ઘણી જગ્યાએ જામ હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. સર્વીસ રોડ અને ડ્રેનેજ સિસ્ટમની મરામત કરાવવા તેમજ મંજુર કરવામાં આવેલ ફુટબ્રીજનું કામ પણ સત્વરે શરૂ કરવા અપીલ કરેલ છે.

- text