મેરજાના રાજીનામાં બાદ મોરબી તાલુકામાં બન્ને પક્ષો તરફથી બેનર યુદ્ધ શરૂ થયું

- text


બ્રિજેશ મેરજાના રાજીનામાં પછી વિરોધ બેનરો બાદ હવે સમર્થનના બેનરો પણ લાગ્યા

મોરબી : કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહીત ધારાસભ્ય તરીકે અચાનક રાજીનામુ ધરી દેનાર બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનરો લગાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે હવે મેરજા સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે અને બ્રિજેશ મેરજાના સમર્થનમાં બેનરો લગાવવાનો સિલસિલો શરૂ થયો છે.

- text

બ્રિજેશ મેરજાના રાજીનામાં બાદ લોકજુવાળ ફાટી નીકળ્યો હતો અને પ્રથમ સોશિયલ મીડિયામાં અને ત્યાર બાદ શેરીઓમાં બેનરો લગાવીને મેરજાનો વિરોધ કરવાનું શરૂ થયું હતું. મેરેજાના રાજીનામાંને સમાજ વિરોધી, પ્રજાનો દ્રોહ કરનાર જેવા શબ્દો સાથે મેરજાએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા વિરોધ કરતા બેનરો જગાળા, સાદુળકા, જેતપર અને અણિયારી સહિતના ગામોમાં લાગતા રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે આ બૅનરના જવાબમાં મેરજાના પૈતૃક ગામ ચમનપરમા મેરજાના વિરોધીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં એ પ્રકારના બેનરો મેરજા સમર્થકોએ લગાવતા આ બેનર યુદ્ધ વધુ આગળ વધ્યું છે. મનાઈ રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને બ્રિજેશ મેરજાના સમર્થકો દ્વારા આ બેનર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. આવનારી પેટા ચૂંટણીમાં આ પોસ્ટરવોરથી કોને ફાયદો થશે અને કોને નુકશાન થશે એનો રાજકીય વિશ્લેષકો ક્યાસ કાઢી રહ્યા છે.

- text