સાવધાન : મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ

- text


મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં અનલોક-1 લાગુ થયા બાદ ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં બહાર પણ નીકળી રહ્યા છે. જેથી ટ્રાફિકના નિયમો જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આજથી ઇ મેમો ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક ન સર્જાય તે માટે પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

- text