મોરબી : કોરોના ટેસ્ટ માટે ગુરુવારે લેવાયેલા 74 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી જિલ્લામાં છેલ્લે ટંકારામાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે ગુરુવારે કોરોના ટેસ્ટ માટે લેવાયેલા 74 લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં ગુરુવારે 74 લોકોના કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલનો આજવા શુકવારે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લે ટંકારામાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને મોરબી જિલ્લાના કુલ ચાર કોરોના પોઝિટિવ દર્દીમાંથી 3 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે આજે મોરબી શહેરના એક માત્ર કન્ટેનમેન્ટ ઝોન એવા વાવડી રોડ પરના રેવા પાર્કને પણ માત્ર 15 દિવસમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. હાલમાં મોરબી જિલ્લામાં એક માત્ર ટંકારાના જયનગરનો વિસ્તાર જ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલો છે.

- text