મોરબી પંથકમાં ભારે પવન ફૂંકાયો : અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

- text


મોરબી : મોરબી પંથકમાં આજે સાંજે ફરી વાતાવરણ ગોરંભાયું હતું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ જમાવટ કર્યા બાદ એકાએક જોરદાર પવન ફૂંકાયો હતો.પવન સાથે મોરબી અને માળીયાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં મોરબી તાલુકાના અણીયારી, બેલા તેમજ પીપળી રોડની ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં તેમજ માળીયા તાલુકાના કુંભારીયા, સુલતાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. મોરબી શહેરમાં સમી સાંજના છ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો છે એ સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ મળ્યા છે.

- text