મિતાણાની સિંચાઈ યોજનાનો લાભ નીચાણવાળા ગામોને આપવાની માંગ

ભાજપ મહામંત્રી રૂપસિહ ઝાલા અને કલ્યાણપર સરપંચ દિનેશભાઈની તંત્રને રજૂઆત

ટંકારા : મિતાણામાં ડેમમાથી આગોતરા વાવેતર માટે કેનાલ મારફતે 27/5/2020 ના રોજ પાણી છોડવામાં આવ્યા બાદ ઉપરના એરીયા માથી 7 દિવસ વિત્યા છતાં પણ નિચેના ગામોમા પાણી ન મળતાં ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે જે અંગે ભાજપના મહામંત્રી રૂપસિહ ઝાલા અને કલ્યાણપર સરપંચ દિનેશભાઈ વાધરિયાએ અધિકારી ને રજૂઆત કરી તાત્કાલિક ટંકારા, નેસડા, હિરાપર, કલ્યાણપર, લખધીરગઢ, નાના મોટા ખિજડીયા સહિતના કમાન એરીયામા પાણી મળે એવી માંગણી કરી છે

આ અંગે સેકસન ઓફીસર ધોરીયાળી સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પાણી રોકી રાખનાર 46 ગેરકાયદે પાણી લેતાને નોટીસ ફટકારી છે તો 50 થી વધારે પાણી ચોરનાર માટે SRPની માગણી કરી આગામી દિવસોમાં કડક કાર્યવાહીની વાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા આગોતરા વાવેતર ચાલુ થઇ જતા ખેડૂતોના ખેતરમાં પાણી વાળવા ને લઈને માથાકુટો સામે આવી છે આજે મિતાણાના શાંન્તાબેન મોહનભાઈ દેવડા મશીન દ્વારા પાણી લેતા હોય લાઈન અને ડિઝલ નળી તોડી નાખ્યા બાદ વાતાવરણ ગરમ થયુ હતું અને બાદમાં અધિકારીએ ખાત્રી આપી મામલો થાળે પાડયો છે અને ખેડુત દ્વારા ગેરકાયદે પાણી ચોરનાર ઉપર તંત્ર તવાઈ ઉતારે એની પણ માંગ કરવામાં આવી છે.