મોરબીમાં ભીમ અગિયારસે કુદરતી રીતે પકવેલી કેસર કેરી ખરીદો આ સ્થળેથી..

- text


મોરબીમાં બે સ્થળે તાલાલાના આંકોલવાડીના ખેડૂત મંડળી દ્વારા ચાલતી કેસર કેરી ખેડૂત વેચાણ કેન્દ્રમાં રૂ. 500 થી રૂ. 700 ના ભાવે કેસર કેરીના બોક્સ મળે છે.

મોરબી : ભીમ અગિયારસનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. લોકોની ખાસ ડિમાન્ડ હોય છે કે કેસર કેરી કાર્બન મુક્ત અને કુદરતી રીતે પકવેલી હોવી જોઈએ અને કેસર કેરી વ્યાજબી ભાવે મળતી હોવી જોઈએ. ત્યારે લોકોની આ ડિમાન્ડ પ્રમાણે મોરબીમાં એક માત્ર એવું વિશ્વાસપાત્ર સ્થળ છે કે જ્યાં લોકોને વ્યાજબી ભાવે કાર્બન મુક્ત કુદરતી રીતે પકવેલી કેસર કેરી મળી રહેશે. જેમાં મોરબીમાં બે સ્થળે તાલાલાના આંકોલવાડીના ખેડૂત મંડળી દ્વારા વ્યાજબીભાવે કુદરતી રીતે પકવેલી કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે. આ કેસર કેરીનું ખેડૂત વેચાણ કેન્દ્ર ભીમ અગ્યારસે કુદરતી રીતે પકવેલી કેસર કેરી ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ છે.

મોરબીના શનાળા રોડ પર અને રવાપર રોડ પર એમ બે સ્થળે તાલાલાના આંકોલવાડીની કેસર અમૃત બાગાયત જૂથ 20 ખેડુતોની મંડળી દ્વારા શુદ્ધ કેસર કેરીના વેચાણ માટે ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આ 20 ખેડૂત વતી ભાવિનભાઈ વેકરીયા કાર્બન ફ્રી કેસર કેરીનું વેચાણ કરવા આવ્યા છે. તાલાલા આંકોલવાડીના 20 ખેડૂતોની મંડળી જાતે જ ઉત્પાદિત થયેલા કેરીનું વેચાણ કરીને સીધો નફો મેળવે છે. માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો યોગ્ય રીતે નફો મળતો નથી. તેથી, 20 ખેડૂતોએ આ મંડળી શરૂ કરીને સીધું જ બજારમાં કેરીનું વેચાણ કરીને નફો મેળવે છે. એ ખેડૂતોનો વધુ નફો મેળવી લેવાનો કોઈ હેતુ નથી. લોકોને એકદમ કુદરતી રીતે પકવેલી કાર્બન ફ્રી કેરી મળે અને પાકના ઉત્પાદન માટે કરેલી મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે બજાર ભાવ પ્રમાણે જ કેરીનું વેચાણ થાય છે.

- text

જેમાં વીસ ખેડૂતો તેમને કેરીનો માલ મોકલાવે છે અને તેનું વેચાણ કરી આપે છે. જેમાં જે નફો થાય તે ખેડૂત મંડળીને જ આપી દેવાનો હોય છે. એથી, ખેડૂતોને સીધો લાભ મળે છે. આ ખેડૂતો વતી વહીવટ કરવા માટે કોઈ જોઈએ એટલે તેઓ ખેડુતો વતી મોરબીમાં કેરી વેચવા આવ્યા છે. આ કેસર કેરી એકદમ કુદરતી રીતે પકવેલી છે અને કાર્બન ફ્રી છે એટલે જન આરોગ્ય એકદમ હેલ્ધી રહે છે. તેઓના જણાવ્યા મુજબ અત્યારે કોરોનાને લીધે માર્કેટ થોડું ડીમ છે અને હજુ લેરી સસ્તી મળશે તેવું વિચારે છે અને કાર્બન વગર ની કેરી માંગી રહ્યા છે, જે અમારી પાસે છે.

હાલ બે જગ્યાએ મોરબીમાં ખેડૂતો દ્વારા સીધું જ કેરીનું વેચાણ કેન્દ્ર ચાલુ છે. જેનો લાભ લેવા ઈચ્છતા શહેરીજનો બેલ પીયાટોસ લવકુશ કોમ્પ્લેક્સ, રવાપર રોડ, મોરબી મો.9979374848 તેમજ ઓરેવા હાઉસની સામે, માર્કેટીંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ, મોરબી 9773179380 પર કોન્ટેક કરવા જણાવ્યું છે. જોકે કેસર કેરીનો મબલખ જથ્થો આવી ગયો છે. ત્યારે ભીમ અગિયારસમાં લોકોને કાર્બન મુક્ત અને કુદરતી રીતે પકલેલી કેરી ખરીદવા માટે આ વિશ્શ્વસપાત્ર સ્થળ છે. જેમાં કેસર કેરીના રૂ. 500, 600 અને 700 ના ભાવે બોક્સ મળે છે. તેથી, શહેરીજનોને આ ખેડૂત વેચાણ કેન્દ્રમાં ભીમ અગિયારસમાં કેસર કેરી ખરીદવામાં માટે અનુરોધ કરાયો છે.

- text