વાંકાનેરના લોક અધિકાર મંચ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર પહોંચાડવા રજૂઆત

- text


મોરબી : મોરબીના લોક અધિકાર મંચ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે તાલુકા વિસ્તારમાં તાલુકા બાલ વિકાસ કેન્દ્ર દ્વારા અનેક બાળકો કુપોષિત નોંધાયેલ છે. હાલમાં કોરોના વાયરસના અનુસંધાને લોકડાઉન અમલમાં છે. જેના કારણે તમામ આંગણવાડી કેન્દ્ર બંધ છે. તેવા સમયે ગરીબ વાલીઓ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપી શકતા નથી. જેથી, છેલ્લા 60 દિવસથી વધારે દિવસો દરમિયાન કુપોષિત બાળકોને પોક્ષણક્ષમ આહાર મળેલ નથી. આવા બાળકોને આંગણવાડી બહેનો દ્વારા મળવાપાત્ર પોષણયુક્ત આપવામાં આવે તેવું કરવું જરૂરી છે. લોકડાઉન પહેલા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવતો હતો, તે મુજબ આંગણવાડી બહેનો દ્વારા તેમના ઘરે-ઘરે જઈ આહાર આપવામાં આવે તો કુપોષિત બાળકો સ્વસ્થ થઇ શકશે. આ બાબતે સરકારમાં રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text