રાજસ્થાનથી મંજૂરી વિના મોરબી આવેલા યુવક સામે નોંધાયો ગુનો

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે. આ દરમિયાન પરમિશન વગર બહારથી આવેલા લોકો સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. જેમાં રાજસ્થાનથી પરમિશન વગર શહેરમાં આવેલા એક યુવક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લામાં બહારથી કોઈ વ્યક્તિ મંજૂરી વગર પ્રવેશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બી ડિવિઝન પોલિસે રાજસ્થાનના બિકાનેરના માડીયા નોખાથી મંજુરી વગર મોરબી આવીને સામાંકાંઠે પરિશ્રમ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301માં રહેતા વિનોદરામ ગોકુલરામ પવાર ઉ.વ.35 સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text