મોરબીના માણેકવાડા ગામે જુગાર રમતા 3 ઝડપાયા : 3 ફરાર

- text


 

મોરબી : મોરબી તાલુકા પોલીસે માણેકવાડા ગામે જુગાર રમતા 3 શખ્સોને ઝડપી.લીધા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે આજે બાતમીના આધારે માણેકવાડા ગામે તળાવ પાસે જાહેરમાં ગોળ કુંડાળું વળીને તીનપત્તિનો જુગાર રમતા અમૃતભાઈ શિવાભાઈ દેત્રોજા ,અરવિંદભાઈ કાનજીભાઈ દેત્રોજા ,કિશોરભાઈ ચતુરભાઈ દેત્રોજાને રૂ.11,400 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ જુગારની રેડ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓ મનીષભાઈ ગણેશભાઈ દેત્રોજા ,રાજેશભાઈ ભીમભાઈ દેત્રોજા , દિનેશભાઇ બોરીચા ફરાર થઈ ગયા હતા.આથી પોલીસે છ શખ્સો સામે જુગારધારા અને કોરોનાના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text