શિલ્પકારની રામભક્તિ : સફેદ ચોકમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની આબેહૂબ મૃર્તિ બનાવી

- text


આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજ્યંતી : નાની વસ્તુઓમાં વિરાટ કદની આબેહૂબ કૃતિનું સર્જન કરવામાં આ કલાનો કસબી નિપુર્ણ

મોરબી : આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જ્યંતી છે ત્યારે મોરબીના મકનસર ગામે રહેતા શિલ્પકારે અનોખી રીતે રામભક્તિ દર્શાવી છે. જેમાં તેણે બખુબી પૂર્વક માત્ર 4 સે.મી.ના સફેદ ચોકમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની આબેહૂબ મૃર્તિનું સર્જન કર્યું છે. જોકે નાના એવા સફેદ ચોકમાં ભગવાનની ખૂબ ઉમદા રીતે બનાવેલી અદભુત મૃર્તિઓને જોઈને ભલભલાના મોઢા આશ્ચર્યથી પહોળા થઈ ગયા છે.

- text

મોરબીના મકનસર ગામે રહેતો પ્રજાપતિ કમલેશ અમૃતલાલ નાગવડીયા નામનો યુવાન એકદમ નખશીખ નિપુર્ણ શિલ્પકાર છે. આ યુવાનમાં કુદરતે જાણે જન્મજાત કલાના કસબીની બક્ષીશ આપી હોય તેમ તે નાનપણ પણ પહેલા ચિત્રકામ બાદ અભ્યાસની સાથે કોઈને કોઈ વસ્તુઓમાંથી અલોકીક રચનાનું સર્જન કરવામાં આજદિન સુધી રચ્યો પચ્યો રહે છે. અને યુવાવયે પોતાની જાત મહેનત નાની નાની વસ્તુઓમાંથી ઉમદા અને અદભુત કૃતિઓનું સર્જન કરતા પરિપકવ શિલ્પકાર તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ યુવાને પોતાનમાં રહેલી કલાની સૂઝબૂઝથી નાનકડી સોપારીમાં ગણપતિ દાદા સહિતના ભગવાન અને વડાપ્રધાન મોદીની પણ આબેહુબ કૃતિનું સર્જન કર્યું છે અને સતત આવી કૃતિઓનુ સર્જન કરીને નવા નવા સીમાચિન્હો સર કરી રહ્યો છે ત્યારે રામનવમી આવતા તેણે અનોખી કૃતિ બનાવી છે.જેમાં માત્ર ત્ર 4 સે.મી.ના સફેદ ચોકમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની આબેહૂબ મૃર્તિનું સર્જન કર્યું છે.આ કૃતિઓ જોઈને આ કલાકર નખશીખ શિલ્પકાર છે એવું લોકો બોલ્યા વગર રહેતા નથી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text