વાંકાનેરમાં આવશ્યક વસ્તુની દુકાનને સામાજિક અંતરના અમલ કરાવવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ

- text


વાંકાનેર : કોરોના વાયરસની આગમચેતીના ભાગરૂપે વાંકાનેરમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો તથા કેન્દ્રોના સમય નક્કી કરવામાં આવ્યા છે. જેનો અમલ થાય તે માટે એન.એફ.વસાવા, ઈન્સીન્ટ કમાન્ડર અને સબ-ડીવીઝનલ મેજિસ્ટ્રેટ વાંકાનેર દ્વારા વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર જી. આર. સરૈયાને વાંકાનેર શહેરના તમામ વિસ્તાર તથા તાલુકા વિકાસ અધિકારી વી. કે. ગઢવીને ગ્રામ્ય વિસ્તારમની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કોરોના વાઈરસને ધ્યાને લઈ જે એક મીટરનું અંતર જાળવવા સુચના આપવામાં આવેલ છે, તે સુચના અનુસાર દરેકની દુકાન સામે ગ્રાહકોને ઉભા રહેવા માટે ગોળ કુંડાળુ અથવા ચોક્કસ ખાનું દરેક દુકાનદાર તૈયાર કરે તેની તકેદારી રાખવા જણાવ્યું છે.

- text