મોરબી જિલ્લાના તાલુકાઓમાં લોકડાઉન જાહેરનામાનું ઉલ્લંઘન કરતા 31 સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી : લોકડાઉનને અસરકારક બનાવવા પોલીસ તંત્ર જ્યારે રાત-દિવસ જોયા વગર ભાગદોડ કરી રહી છે ત્યારે હજુ પણ ઘણા નાગરિકો પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર સરેઆમ લોકડાઉનના જાહેરનામાંનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો કે આવા તત્વો સામે પોલીસે તેઓને મળેલી સત્તાની રુએ કાયદાનો દંડો ઉગામ્યો છે અને લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પોલીસે જાહેરનામાનો ભંગ કરતા 31 લોકો સામે કાયદાકીય પગલાં ભર્યા છે.

મોરબી માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી ગામના પાટિયા પાસે રત્નસાગર કોમ્પ્લેક્ષમાંથી પુનમભાઈ હરિભાઈ જેસાણીને ચા-પાન, ફકીની દુકાન ખુલી રાખવા બદલ, રંગપર ગામની સીમમાં વિરાટનગર બસ સ્ટેશન પાસેથી કુલદીપસિંહ મહાવીરસિંહ રાણાને સીએનજી રીક્ષામાં શાકભાજી વેચવા માટે માણસો એકઠા કરવા બદલ, લીલાપર રોડથી રવાપરરોડ પરથી દિનેશ રણછોડભાઈ જાદવને પાન-ફાકી, ગુટખની દુકાન ખુલ્લી રાખવા બદલ, લાલપર ગામ સામે સન ગ્લોઝ સીરામીક પાસે ચા વેંચતા દુકાનદાર અજયગીરી પ્રવિણગીરી ગોસાઈ સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. જ્યારે બગથળા ગામથી જેપુર જવાના રસ્તે કાંતિ કોટન મીલની પાછળ ગ્રાઉન્ડમાં ટોળે વળીને ઉભા રહેવા બદલ કાંતિલાલ રવજીભાઈ ઉધરેજા, શૈલેષ પ્રેમજીભાઈ ઉધરેજાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસને જોઈને નાસી જનાર ધનસુખ રામજીભાઈ ચાવડા, જયેશભાઇ દેવજીભાઈ ચાવડા, હેમુભાઈ દેવજીભાઈ ચાવડા, પ્રકાશભાઈ ચાવડા, મુકેશભાઈ ડાયાભાઈ ચાવડા, અતુલ ભુપતભાઈ થોરિયા, યોગેશભાઈ અમૃતભાઈ ઉર્ફે હકાભાઈ મેરજા અને જયસુખભાઈ પ્રભુભાઈ ઉધરેજાની શોધખોળ આદરી સખ્ત કાર્યવાહી કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ભલગામ ચેક પોસ્ટ ખાતેથી દીઓક રમેશભાઈ હરિયાણીને રજિસ્ટ્રેશન નંબર પણ ન અવેલી મારુતિ ઈટીંગા કારમા પેસેન્જરની હેરફેર કરતા જાહેરનામાનો ભંગ કરવા સબબ ઝડપી પાડ્યો હતો. જ્યારે જડેશ્વર ચોકડી ખાતેથી વિનોદચંદ્ર નારણદાસ નિમાવતને છકડો રિક્ષામાં મુસાફરોની હેરફેર કરવા બદલ ઝડપી પાડ્યો છે. ઢૂંવા વાંકાનેર રોડ પર લાકડધાર નજીક કરીયાણાની દુકાને ચારથી વધુ ગ્રાહકોને એકઠા કરવા બદલ રૈયાભાઈ દેવાભાઈ ગીન્ગોરા સામે ગુન્હો દાખલ કર્યો છે. પોતાની સીએનજી રિક્ષામાં પેસેન્જરોની હેરફેર કરી જાહેરનામાનો ભંગ કરતા ભલગામ ચેકપોસ્ટ પાસેથી અસ્લમ હાજીભાઈ ભટી સામે જાહેરનામા ભંગ બદલ વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે. ગાત્રાળ નગર સિંધાવદર ગામ નજીકથી અજીજભાઈ મહામદભાઈ કાજીને પોતાની હુંડાઈ કારમાં પેસેન્જરની હેરફેર કરતા, અશોક ચતુરભાઈ મણદરીયાને ઢૂંવા ચોકડી પાસે, વરમોરા સીરામીક પાછળથી પાન-ફકીની દુકાન ખુલી રાખવા બદલ, ઉસ્માનગની માહમદભાઈ બાદીને પાજ ગામ નજીકથી કરિયાણાની દુકાને વધુ ભીડ એકઠી કરવા બદલ, પ્રેમજી હીરાભાઈ કાંજીયાને વિડી જાંબુડિયા ગામના બસ સ્ટેન્ડે જાહેરનામા વુરુદ્ધ રખડવા બદલ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

માળીયા મી.માં સરવડ ગામ નજીકથી રતિલાલ ડાયાભાઈ સુરાનીને શક્તિ ઇલેક્ટ્રિક નામની દુકાન ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરવા બદલ, ટંકારાથી મિતાણા જતા રોડ પર ખજૂરા હોટલ સામે દ્વારકાધીશ પાન નામની દુકાન ચાલુ રાખવા બદલ વિનુભાઈ ધારાભાઈ ઝાપડા, અમરાપર ગામના ઝાંપા પાસે પાન-ફાકીની દુકાન ખુલ્લી રાખવા બદલ આશીફ કાસમભાઈ બાદી સામે ઇન્ડિયન પીનલ કોડ 188 મુજબ જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે હળવદ પોલીસે નવા ઇશનપુર ગામે પ્રાથમિક શાળા પાસે ચા-પાનની દુકાન ખુલ્લી રાખવા બદલ સુરેશ ઈશ્વરભાઈ પરમાર સામે, જુના માલણીયાદ ગામે જાહેર ચોકમાં એકઠા થયેલા રાજદીપસિંહ વિક્રમસિંહ ઝાલા, ગુણવંતસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, ભુપતભાઈ રામસંગભાઈ ડોડીયા, હેમુભાઈ પ્રભુભાઈ કણજરીયા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હળવદ ધ્રાંગધ્રા રોડ પર હોન્ડાનો શોરૂમ ખુલ્લો રાખવા બદલ પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સામે, માનસર ગામે રાધે જનરલ સ્ટોર પર ભીડ એકઠી કરવા બદલ પરસોત્તમભાઈ દાનાભાઈ મેઘાણી સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ મોરબી જિલ્લાના તાલુકા વિસ્તારોમાંથી કુલ 31 લોકો સામે ગુન્હો નોંધી સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text