લોકડાઉનના ભંગ બદલ મોરબી શહેરમાં વધુ 59 સામે ગુન્હો દાખલ

- text


તમામ સામે સખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવશે : પોલીસ તંત્ર

મોરબી : લોકડાઉનને અસરકારક બનાવવા પોલીસ તંત્ર જ્યારે રાત-દિવસ જોયા વગર ભાગદોડ કરી રહી છે ત્યારે હજુ પણ ઘણા નાગરિકો પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર સરેઆમ લોકડાઉનના જાહેરનામાંનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો કે આવા તત્વો સામે પોલીસે તેઓને મળેલી સત્તાની રુએ કાયદાનો દંડો ઉગામ્યો છે અને લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબીમાંથી ગઈ કાલે વધુ 59 લોકો સામે લોકડાઉનનો ભંગ કરવા બદલ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી એ.ડીવી. વિસ્તારમાં કબીર ટેકરી મેઈનરોડ પરથી રહીમ મુસાભાઈ ખુરેશી, મોસીન કરીમભાઈ સિપાહી, હનીફભાઈ સલેમાનભાઈ ખુરેશી, કમલેશ ચંદુભાઈ સુરેલા, શૈલેષભાઇ નાનજીભાઈ અગેચણિયા, અનિલ નાગભાઈ ઠાકોર, વાઘપર શેરી નંબર 2ના નાકા પાસેથી દિલીપ રાઘવજી સોનગ્રા, અશોક નટવરભાઈ શાહ, કાસમભાઈ આદમભાઈ કુરેશી, કાસમભાઈ ઇશાકભાઈ ચાનીયા, મોરબી રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ સામે, વિશ્વકર્મા સોસા. પાસેથી વિક્રમ સુરેશભાઈ ભગલાણી, મહેશ હરજીભાઈ આવ્રેજા, વિશાલ પ્રેમજીભાઈ લખતરિયા, વિમલ શશીકાંતભાઇ મીરાણી, વાઘપર શેરી નંબર 5ના નાકેથી રાજેશ ઓધવજીભાઈ પરમાર, નીશીત ભરતભાઇ પરમાર, સંજય રાજેશભાઇ બુદ્ધદેવ, કમલેશ ગોવિંદભાઇ જાદવ, રાકેશ નરશીભાઈ જાદવ, વાવડી રોડ પર બાપા સીતારામ મઢુલી પાસેથી સીરાજ સાલેમામદ દલ, જાવીદ અબ્દુલભાઈ ચૌહાણ, જાવીદ હુસેનભાઈ ચાનીયા, સાહિદ નૂરમામદભાઈ ભાણું, જુના બસ સ્ટેન્ડ રોડ, જડેશ્વર મહાદેવ મંદિર પાસેથી હિતેષ શાંતિલાલ માણેક, હનીફ સલમાનભાઈ ખુરેશી, અશ્વિન ધીરજલાલ કારીયા, બશીર ઉમરભાઈ ઘાંચી, જયંતીભાઈ બાવાલાલભાઈ રાધુરા, અવની ચોકડી, આલ્ફા એપાર્ટમેન્ટ નીચેથી જયસુખ અમરશીભાઈ સીણોજીયા, કીર્તિભાઈ રાઘવજીભાઈ અગોલા, દિલીપભાઈ સવજીભાઈ ઘોડાસરા, નરેશભાઈ દેવજીભાઈ કાવઠીયા, જયંતિલાલ પ્રભુલાલ ગોપાણી, રવાપર રોડ નરસંગ સોસા. જમના એપા. નીચેથી સુભાષચંદ્ર પ્રભુલાલ દેત્રોજા, ભગવનજીભાઈ મોહનભાઇ દેત્રોજા, રસિકભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, નટવરલાલ લક્ષ્મણભાઈ દેત્રોજા, ધર્મેન્દ્રભાઈ ભગવનજીભાઈ દેત્રોજા સહિત કુલ 38 લોકોને લોકડાઉનના ઉલ્લંઘન કરવા બદલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જ્યારે મોરબી સીટી.બી.ડીવી. પોલીસ મથક વિસ્તારમાંથી વિશિપરા સ્મશાન રોડ પર મહાકાળી ઓઈલમિલ પાસેથી સુનિલ મનુભાઈ રાવા, સુનિલ રમેશભાઈ કગથરા, સુનિલ દિલીપભાઈ સુરેલા, સંજય રમેશભાઈ કગથરા, અજય દિલીપભાઈ દારોદરા, સુનિલ શંકરભાઇ કગથરા, મુનિર રજાકભાઈ કાસમાણી, વિશિપરા ચાર ગોદામ પાસેથી રાજેશ કેશવલાલ ચૌહાણ, બકુલભાઈ કેશવલાલ ચૌહાણ, કેતન નાથુભાઈ ચૌહાણ, ઉંમરભાઈ કાળુભાઇ મોવર, ભુપતભાઈ ધનજીભાઈ પરમાર, અશોકભાઈ ડાયાભાઈ પાટડીયા, ખોડાભાઈ વીઠ્ઠલભાઈ ધોળકિયા, વિશીપરા, બિલાલી મસ્જિદ પાસેથી સહેઝાદ અનવરભાઈ બુખારી, ટપુભાઈ ચીકાભાઈ જાસલીયા, વિરજીભાઈ મગનભાઈ ઘાટીલિયા, સુરેશ હીરાભાઈ કુમાદરા, સંજયભાઈ ઠાકરશીભાઈ દુધિયા, રોહિત હેમુભાઈ કગથળા, સંજય સુખાભાઈ જજવાડીયા સહિત કુલ 21 લોકોને લોકડાઉનના ભંગ બદલ ઝડપી પાડી આઈપી કલમ 188 મુજબ તમામ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આમ, મોરબી શહેરમાંથી કુલ 59 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી તમામ સામે કાયદાકીય પગલા ભરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં લોકડાઉનનું અસરકારક પાલન કરાવવા માટે બે ડ્રોન મારફત સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તંત્ર તરફથી લોકોને લોકડાઉનના જાહેરનામાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text