લોકડાઉન વચ્ચે મોરબી જલારામ મંદીર દ્વારા ઝુંપડપટ્ટીની ગરીબ મહિલાની અંતિમવિધિ કરાઈ

- text


મોરબી : કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશ જ્યારે લોકડાઉન છે ત્યારે ઝુંપડપટ્ટીમા રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી શહેરની ઝુંપડપટ્ટીમા ૫૫ વર્ષિય મહીલા અચાનક પડી જતા માથાના ભાગમા ઈજા થઈ હતી અને તેમનુ મૃત્યુ થયુ હતુ. મોરબી જલારામ મંદીરના આગેવાનો ચંદ્રવદનભાઈ પુજારા, હીતેશ જાની, ફીરોઝ ભાઈ દ્વારા લોકડાઉન વચ્ચે તેમની જરુરી સાધન-સામગ્રીની વ્યવસ્થા કરી મૃતક મહિલાની અંતિમવિધિ કરવામા આવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવેલ છે.

- text